કોંગ્રેસને ગૃહમાં કાબુમાં રાખવા માટે ભાજપની બેઠક - Gujarat Assembly Monsoon Session
ગાંધીનગર ગુજરાતમાં વર્ષ 2022 વિધાનસભાની (gujarat assembly session 2022) ચૂંટણીનું વર્ષ છે, ત્યારે આજે 14 વિધાનસભાના અંતિમ ચોમાસુ સત્રનો પ્રારંભ થશે. તારીખ 21 અને 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર મળશે, પરંતુ પ્રશ્નોત્તરી નહીં હોય જ્યારે બજેટ સત્રમાં સરકારે બહુમતીના જોડે જે શહેરી ઢોર નિયંત્રણ બિલ પસાર (Assembly Cattle Control Bill) કરવામાં આવ્યું હતું. તે આજે રાજ્યપાલ બિલને ગૃહમાં પરત મોકલશે અને ત્યારબાદ ફરીથી ચર્ચા ના અંતે ઢોર નિયંત્રણ બિલ પરત લેવામાં આવશે. જ્યારે આજે સવારે 10:00 કલાકે ભાજપ પક્ષે તમામ ધારાસભ્યોને બેઠક માટે બોલાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા સત્રમાં કોંગ્રેસ કોઈપણ મુદ્દા પર સરકાર ઉપર હાવી ના થઈ જાય તે મુદ્દે ધારાસભ્યને (Monsoon Session BJP meeting with MLA) ભાજપે આ બેઠકમાં સૂચના આપી હશે. જ્યારે આ બેઠકમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ પહોંચ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST