મહેસાણા જિલ્લાની 7 પૈકી 6 પર ભાજપ અને 1 પર કોંગ્રેસનો વિજય થયો - 1 won by congress
મહેસાણા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોનું પરિણામ જાહેર થયું છે જેમાં જિલ્લાની તમામ 7 બેઠક પૈકી 6 બેહક પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસની જીત જાહેર કરાઈ છે. (gujarat assembly election result )ફરી એકવાર ભાજપે પોતાનો ગઢ બનાવી રાખ્યો છે. વિજેતાઓ પોતાના સમર્થકો સાથે મળી જશ્ન માનવ્યો છે. જિલ્લાની ઊંઝા બેઠકને સૌથી વધુ 51,468 મતોની લીડ મળી છે. ઊંઝામાં ભાજપના કિરીટ પટેલને 88,537 મતો મળ્યા છે અને કોંગ્રેસના અરવિંદ પટેલને 37093 મતો મળતા હાર થઈ છે. મહેસાણા બેઠક પર ભાજપના મુકેશ પટેલને 98,816 મતો અને 45,794ની લીડ મળી છે. કોંગ્રેસના પી.કે.પટેલને 53,022 મતો મળતા હાર થઈ છે. વિસનગર બેઠક પર ભાજપના ઋષિકેશ પટેલને 88,356 મતો અને 34,405ની લીડ મળી છે અને કોંગ્રેસના કિરીટ પટેલને 53,951 મતો મળતા હાર થઈ છે, જ્યારે કડી બેઠક પર ભાજપના કરશન સોલંકીને 1,07,052 મતો અને 28,194ની ઇડ મળી અને કોંગીસના પ્રવીણ પરમારને 78,858 મતો મળતા હાર થઈ છે. બેચરાજી બેઠક પર ભાજપના સુખાજી ઠાકોરને 69,872 મતો અને 11,286 લીડ મળી છે અને કોંગ્રેસના અમૃત ઠાકોરને 58,586 મતો મળતા હાર થઈ છે, (mahesana 7 seat bjp won 6 seat )વિજાપુર બેઠક પર કોંગ્રેસના સી.જે. ચાવડાને 78,749 મતો અને 7,053ની લીડ મળી છે અને ભાજપના રમણ પટેલને 71,696 મતો મળતા હાર થઈ છે, ખેરાલુ બેઠક પર ભાજપના સરદાર ચૌધરીને 55,460 મતો અને 3,964 લીડ મળી છે અને કોંગ્રેસના મુકેશ દેસાઈને 51,496 મતો મળતા હાર થઈ છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST