ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુનેગારોને જેલના સળીયા પાછળ નાખવાનું આપ્યું વચન
સાબરકાંઠા : જિલ્લાની ચાર વિધાનસભા સીટો જીતવા માટે ભાજપ કોંગ્રેસે એડીચોટીનું (Jagdish Thakor sabha in Idar) જોર લગાવી રહ્યું છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ઈડર વડાલી વિધાનસભા સીટ સર કરવા રામ સોલંકીને વિજય બનાવવા જંગી સભાને સંબોધન કરી હતી. ઈડર વડાલી વિધાનસભા સીટ પર પ્રચાર અર્થે પહોચેલા જગદીશ ઠાકોરે ભાજપ સામે આક્ષેપ કર્યા હતા. ત્યારે સાંણદ ખાતે બનેલી દુઃખદ ઘટનામાં ઇડર તાલુકાના ચિત્રોડા ગામના અને પ્રાંત અધિકારી સેવા આપી રહેલા સ્વ.રાજેશ પટેલના આત્મહત્યા કેસ મામલે જગદીશ ઠાકોરે રાજેશ પટેલના પરિવારને અને ચૌધરી સમાજને ઝડપી ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. ચૌધરી સમાજને સ્ટેજ પર બોલાવી જગદીશ ઠાકોરે સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવ્યા (Vadali Jagdish Thakor sabha) બાદ CBI તપાસ કરાવી ગુનેગારોને જેલ હવાલે કરશે તેવા વચન આપ્યું હતું. સાથે સભામાં બે મિનિટ મૌન પાળી સ્વ.રાજેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારે છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર સામે ચાલતા ઈડર ગઢ મામલે પણ જવાબદારોને જેલ હવાલે કરવાના એલાન સાથે ગઢ પર ચાલતા ખનન કામને બંધ કરાવવા આહવાન કર્યું હતું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સભામાં કોંગ્રેસ પક્ષનાં ઉમેદવાર રામ સોલંકી ભાવુક થયા હતાં. ઠાકોરે રામ સોલંકીને જંગી બહુમતીથી વિજય બનાવી ઈડર વડાલી વિધાનસભા સીટ પર કોંગ્રેસનો પંજો લહેરાવવા મતદારોને વિનંતી કરી હતી. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST