ગુજરાતની વિધાનસભાની ચૂંટણીનું રણ તૈયાર: સુરત ખાતે BSFની ટીમ આવી પહોંચી - Surat Assembly Election Preparation
સુરત:ગુજરાતમાં થોડા જ દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election ) તારીખો જાહેર કરવામાં આવશે, ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ (Surat Assembly Election Preparation) કરી દેવામાં આવી છે. સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ઉપર BSFની કુલ 10 ટીમ આવી પહોંચી (BSF team at Surat Railway Station ) છે. આ 10 ટીમ મળીને કુલ 700 જેટલાં જવાનો પોતાના સાધન સામગ્રી લઈ સુરત આવી પહોંચ્યા છે. આ ટીમને સુરતના અલગ-અલગ વિસ્તારોમાં તૈનાટ કરવામાં આવશે. ખાસ કરીને શહેરના સંવેદનસીલ વિસ્તારોમાં તૈનાટ કરવામાં આવશે. તે ઉપરાંત નિષ્પક્ષ રીતે ચૂંટણી થઈ શકે તે માટે ચૂંટણીબુથ ઉપર પણ આ ટીમને તૈનાટ કરવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST