લોકશાહીનો અવસર, બૌધાન ગામે 103 વર્ષના દાદીએ કર્યું મતદાન - Boudhan village
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી(Gujarat Assembly Election 2022 ) 2022 અંતર્ગત આજે સુરત જિલ્લામાં મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કર્યુ હતું. સુરત જિલ્લાના (Surat assembly seat) માંડવી તાલુકાના બૌધાન ગામના 103 વર્ષના સવિતાબહેન ઈશ્વરભાઈ પટેલ મતદાન કરીને લોકશાહી પર્વમાં ઉત્સાહભેર જોડાયા હતા. બૌધાન ગામની સાર્વજનિક હાઈસ્કુલ(Boudhan Village Public High School) ખાતેના મતદાન મથક ક્રમાંક-126 બૌધાન-3 ખાતે પોતાના પુત્ર તથા પુત્રવધૂ વાસંતીબેન સાથે મતદાન કર્યુ હતું. સવિતાબહેન બૌધાન ગામના પટેલ ફળિયામાં પોતાના પુત્ર કાંતુભાઈ સાથે રહે છે. જુવાનીના દિવસોમાં નજીકમાં તાપી નદી કાંઠેથી બેડલા સાથે પાણી ભરીને ઘરે લાવતા. ખેતીકામ કરવુ, દળણુ દળવુ, નજીકના કુવામાંથી દોરડુ ખેચીને પાણી ભરી લાવતા, ભેંસ દોહવી જેવી તનતોડ મહેનત કરી હતી. આંખે ઓછુ દેખાય છે તથા બ્લડ પ્રેશર સિવાય કોઈ બિમારી નથી.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST