એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે પિતાની મતદાન કરવાની ઈચ્છા પરિવારે કરાવી પુરી - Voting in Deesa
ડીસામાં અશક્ત દર્દીને તેના પરિવારે એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે વ્હીલચેર (Second Phase Polling 2022) પર લાવી મતદાન કરાવ્યું હોવાની ઘટના સામે આવી છે. એક એક મતનું મહત્વ સમજાવવા અને દર્દીની ઈચ્છા હોવાથી પરિવારે ડોક્ટરને સાથે રાખી દર્દીને મતદાન મથક સુધી લઈ જઈ મતદાન કરાવ્યું હતું. ડીસામાં રહેતા વૃદ્ધ કિરીટ ખત્રી છેલ્લા (Voting in Deesa) ઘણા સમયથી ગંભીર રીતે બીમાર હોવાથી ઘરે જ વેન્ટિલેટર પર આઇસોલેશનમાં હતા, ત્યારે ચૂંટણીમાં તેમને પણ મત આપવાની ઇચ્છા વ્યક્ત કરતા તેમના પરિવારે આદર્શ હાઈસ્કૂલ ખાતે મતદાન મથક સુધી લાવવા માટેની વ્યવસ્થા કરી હતી. જેમાં દર્દીના પરિવારે ડો. વિશાલ ઠક્કર અને ડો. અંકિત માળીને સાથે રાખી દર્દીને એમ્બ્યુલન્સમાં (wheelchair patient Voting in Deesa) ઓક્સિજન સાથે મતદાન મથક સુધી લઈ આવ્યા હતા. ત્યાંથી વ્હીલચેર પર બેસાડી મતદાન બુથ સુધી લઈ જઈ મતદાન કરાવ્યું હતું. અંગે દર્દીના પુત્ર એ જણાવ્યું હતું કે, તેમના પિતાને મતદાન કરવાની ઈચ્છા હોવાથી તેમને ડોક્ટર સાથે એમ્બ્યુલન્સમાં મતદાન મથક સુધી લાવ્યા હતા અને મતદાન કરાવ્યું હતું વધુમાં તેમણે દરેક નાગરિકને મતદાન કરવા માટેની સલાહ આપી હતી. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST