આનંદપુરા ગામે હેરિટેજ બુથ બનાવ્યું, સાંસ્કૃતિક સ્નેહ કર્યો આકર્ષિત - Voters in Chhota Udepur
છોટા ઉદેપુ જિલ્લાની ત્રણેય વિધાનસભાની બેઠકો માટે મતદાન (Second phase polling 2022) યોજાયું હતું. જેને લઈને સંખેડા તાલુકામાં આનંદપુરા ગામના મતદાન બુથને હેરિટેજ બુથ બનાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સંખેડા તેના સાગના લાકડાના ફર્નિચર માટે પ્રખ્યાત છે અને તેનુ સોનેરી ફર્નિચર વિશ્વભરમાં માત્ર સંખેડામાં જ બને છે. હસ્તકલા ઉદ્યોગથી આ (Anandapura village Heritage booth) ફર્નિચર બને છે, સંખેડા પાસે 2007થી હેન્ડીક્રાફ્ટ આઈટમ તરીકે GI ટેક પણ છે. તે વિશ્વભરના દેશોમાં નિકાસ કરાઈ છે, ત્યારે સંખેડા વિધાનસભા મત વિસ્તારના મતદારોને પ્રોત્સાહિત કરવા અને તેમના વારસા સાથે જોડાવા માટે અપીલ કરવા માટે આનંદપુરાના બુથમાં સાંસ્કૃતિક સ્નેહને આકર્ષિત કરવાના ભાગરૂપે, પરંપરાગત પોશાક પહેરવા વરિષ્ઠ નાગરિકો અને પીડબલ્યુ ડી મતદારોને મદદ કરવા સ્વયંસેવકો સાથે તેમજ સમગ્ર બુથના સુશોભન માટે પણ ટેરાકોટા પેઇન્ટિંગ્સ હતું. મતદાન મથક પર સંખેડાના હેરિટેજ બાબત ઉજાગર થાય તેની લગતી રંગોળી પણ કરવામાં આવી હતી. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST