રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડીયાએ મતદાન કર્યું, સ્પષ્ટ બહુમતીની આશા જતાવી - રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડીયા
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માં બીજા તબક્કાનું મતદાન (Second Phase Poll ) શરૂ થયું છે ત્યારે રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડીયાએ ડીસામાં મતદાન ( Rajya sabha MP Dinesh Anavadia Vote ) કર્યું હતું. રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડીયાએ ડીસા કોલેજ ખાતે પરિવાર સાથે મતદારોની લાઇનમાં ઉભા રહી સામાન્ય વ્યક્તિની જેમ મતદાન કર્યું હતું. દિનેશ અનાવાડીયાએ મતદાન બાદ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે પુન: સત્તા ઉપર આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં 27 વર્ષથી ચાલતા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકોને ખૂબ જ રસ છે અને લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ખૂબ જ વિશ્વાસ હોવાથી મતદારો ઉત્સાહપૂર્વક ભાજપ તરફી મતદાન કરી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ બે તૃતીયાંશ બહુમતીથી જીતશે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST