ગુજરાત

gujarat

By

Published : Dec 6, 2022, 11:47 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ETV Bharat / videos

સાબરકાંઠામાં રેકોર્ડ બ્રેક મતદાન, મતદારોએ પોતાનો સરતાજ રાખ્યો અકબંધ

સાબરકાંઠાની ચાર વિધાનસભા બેઠકો માટે ગઈકાલે સવારે 8:00 વાગ્યાથી પાંચ વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. જેમાં રેકોર્ડ બ્રેક (Highest voting in Sabarkantha) મતદાન નોંધાતા બીજા તબક્કામાં સૌથી વધુ મતદાન સાબરકાંઠા જિલ્લામાં 65.84 ટકા નોંધાયું છે. જિલ્લામાં ચાર વિધાનસભા બેઠકો ઉપર 26 જેટલા ઉમેદવારનું નિભાવી મતપેટીમાં સીલ થયું છે. તો બીજી તરફ હાલના (Second Phase Poll 2022) તબક્કે મતદાનની ટકાવારીમાં પણ સામાન્ય ફેરફાર થઈ શકે તેવી સંભાવનાઓ છે, ત્યારે હાલના તબક્કે સાબરકાંઠા (Sabarkantha assembly seat) જિલ્લો પ્રથમ ક્રમે રહેવા પામેલ છે. જિલ્લામાં ઓછું હિંમતનગર વિધાનસભામાં 62.30 ટકા મતદાન નોંધાયું, ઈડર 63.25 ટકા, ખેડબ્રહ્મા 69.54 ટકા અને પ્રાંતિજ 68.50 ટકા નોંધાયું છે. દિવસ દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું છે. જેના પગલે વહીવટી તંત્ર એ પણ રાહતનો શ્વાસ લીધો છે, ત્યારે આગામી 8 તારીખે મતપેટીમાં સીલ થયેલા 26 ઉમેદવારના ભાવી મતદારો દ્વારા સીલ થયા છે. જોકે મતદારોએ પોતાનો સરતાજ કોને બતાવે છે એ તો પરિણામ થકી જ જાણી શકાશે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details