ગુજરાત

gujarat

દલાલ ભરતસિંહ સોલંકી: કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ, તો કમલમ પર પણ વિરોધનો સુર

By

Published : Nov 14, 2022, 10:03 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) માટે પ્રથમ તબક્કા અને બીજા તબક્કાના ઉમદવારોના નામની યાદી જાહેર થઈ ચુકી છે. ભાજપે 166 અને કોંગ્રેસે 142 બેઠકોની યાદી જાહેર કરી છે. જમાલપુર બેઠક પર ટિકિટ આપવાને લઈને કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. અહીં તોડફોડ કરી હતી અને ભરતસિંહ સોલંકીની તસવીરોને પણ સળગાવી હતી. એટલું જ નહીં, ત્યાં લગાવવામાં આવેલા પ્રદેશ પ્રમુખના અત્યારસુધીનાં બેનરમાંથી કેટલાંકને તોડી દેવાયાં હતાં અને કેટલાંક પર કાળી શાહી લગાવી હતી. (Rebellion of BJP and Congress) ભાજપની વાત કરાવામાં આવે તો ગઈકાલ અને આજે આખો દિવસ ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા માટે પ્રધાનોને જવાબદારી આપી હતી. સાથે જ ખાનગી રાહે મીટીંગો કરી હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. તેમ છતાં હજી સંતોષ દૂર કરી શકાયો નથી. વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક પર ટિકીટ કપાતા નારાજ થયેલા નેતાઓ અપક્ષમાં ચૂંટણી લડવાની તૈયારી કરતાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને જવાબદારી સોંપી અને તેઓ ખાનગી બેઠકો કરીને ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ભાજપ કોંગ્રેસનો બળવો આગામી ચૂંટણીમાં નુકસાનકારક સાબિત થઈ શકે તેમ છે, તેવું ચર્ચાતું હતું.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details