ગુજરાત

gujarat

ETV Bharat / videos

તાલુકા પ્રમૂખે કહ્યું મને ટિકીટ ન મળી દુ:ખ થયું પણ ભાજપના કાર્યકરો ડિસ્કો કરશે - Gujarat Assembly Election 2022

By

Published : Nov 16, 2022, 1:46 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

આણંદ ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની (Anand assembly seat) સાત વિધાનસભા બેઠકો માટે બીજા તબક્કામાં 5 ડિસે.ના રોજ મતદાન થનાર છે. ત્યારે આણંદ જિલ્લાની બોરસદ વિધાનસભા બેઠક પરથી ભાજપ પક્ષના ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર ભર્યું છે. જેમાં બોરસદ બેઠક પર ભાજપના ઉમેદવાર રમણ સોલંકી અને ઉમરેઠ બેઠક પર આપ પાર્ટીના અમરીશ પટેલે પોતાનું ઉમેદવારી (Borsad Assembly seat Candidate) પત્ર રજૂ કર્યુ હતું. બોરસદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર રમણ સોલંકી જનમેદની સાથેની રેલી દ્વારા તાલુકા સેવા સદન, બોરસદ પહોંચ્યા હતા. જ્યાં 12.9ના વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી જય બારોટને રજૂ કર્યું હતું. આ અગાઉ બોરસદની આણંદ ચોકડી નજીક સભા યોજાઇ હતી. જેમાંં હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ઉમેદવારે (Raman Solanki in Borsad) જણાવ્યું હતું કે, આ વખતે બોરસદમાં ઈતિહાસ બદલાવવા જઈ રહ્યા છે. સો ટકા બોરસદમાં ભગવો લહેરાશે. તો બીજી તરફ તાલુકા સંગઠન પ્રમૂખે જણાવ્યું કે, મને ટિકીટ ન મળી દુ:ખ થયું પણ 8મી તારીખે ભાજપના કાર્યકરો ડિસ્કો કરતા હશે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details