ગુજરાત

gujarat

ETV Bharat / videos

પ્રભાતસિંહ ચૌહાણે હુમલા અંગે કહ્યું હાલ કોઈ ફરિયાદ કરવા નથી માંગતો! - ગોદલી ગામે પ્રભાતસિંહ ચૌહાણ પર હુમલો

By

Published : Dec 5, 2022, 5:43 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

પંચમહાલ : કલોક બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ (Kalok seat candidate Attack) પર હુમલો થતા અફરાતફરી મચી ગઈ હતી. આ મામલે પોલીસને જાણ થતાં તાત્કાલીક ધટના સ્થળે દોડી આવીને કાર્યવાહી હાથ ધરી હતી. હુમલાને લઈને પ્રભાતસિંહ ચૌહાણએ ( Prabhat Singh Chauhan Attack at Godli village) જણાવ્યું હતું કે, ઘોઘંબા તાલુકાના ગોદલી ગામે હું જતો હતો. જે સમય દરમિયાન બે જૂથો એક બીજા સાથે ઝઘડો કરી રહ્યા હતા. તે દરમિયાન મારી ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા છે. તેમજ અન્ય એક ગાડીને પણ નુકશાન કરવામાં આવ્યું છે. આ ઘટના બનતા પોલીસે મને રક્ષણ આપીને એક સુરક્ષિત જગ્યાએ બેસાડી દેવામાં આવ્યો હતો. મારી સાથે કોઈ પ્રકારનું નુકશાન થાય એવું બન્યું નથી. તેમજ પોલીસે મને રક્ષણ પૂરું પાડ્યું છે. આ બાબતે હાલ કોઈ પોલીસ ફરિયાદ કરવા નથી માંગતો. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details