ચૂંટણી માટે VVPAT EVM મશીનોની સીલ કરવાની કામગીરીનો પ્રારંભ
બનાસકાંઠા : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન આગામી 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેને લઈને ચૂંટણી વહીવટી પોતાની કામગીરીની આખરી ઓપ આપી રહ્યું છે, ત્યારે દાંતા વિધાનસભા બેઠકની ચૂંટણી માટે VVPAT મશીનો સાથે EVM મશીનોની ખરાઈ (Polling Centre in Danta) કરીને સીલ કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. દાંતા વિધાનસભા માટે 44 ઝોનલ (Danta assembly seat) અધિકારીઓને 1520 જેટલા વિવિધ કર્મચારઓને ચૂંટણી લક્ષી તાલીમ આપવામાં આવી હતી. દાંતા 10 વિધાનસભા બેઠકમાં 1500 ઉપરાંત કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST