1962થી કોંગ્રેસની મજબૂત બેઠક પર ભાજપે નવો દાવ ખેલ્યો - Election
નવસારી કોંગ્રેસનું ગઢ ગણાતી એવી (Navsari assembly seat) વાંસદા વિધાનસભા બેઠક સર કરવા માટે ભાજપના સરકારી બાબુ એવા પિયુષ પટેલે ઉમેદવારી પત્ર ભરી ચૂંટણીના જંગનો શંખ ફૂંક્યો છે. પિયુષ પટેલે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો સાથે પરંપરાગત આદિવાસી વાજિંત્ર અને નૃત્ય સાથે ભવ્ય રેલી યોજી ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે.ઉલ્લેખનીય છે કે, 1962થી કોંગ્રેસનો મજબૂત ગઢ રહેલી વાંસદા બેઠક પર કમળ ખીલવવા માટે ભાજપ એડીચોટીનું જોર લાગાવી ચુકી છે, પણ કોંગ્રેસનો હાથ આદિવાસીઓથી છોડાવી શકી નથી. ત્યારે ભાજપે કોંગ્રેસના યુવા નેતા સામે શિક્ષિત, સરકારી વહીવટી (Piyush Patel in Vansda) અધિકારી અને યુવા પિયુષ પટેલ પર પસંદગી ઉતારી એક નવો દાવ ખેલ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે વાંસદા વિધાનસભાનને રાજકીય દત્તક લેવાની પણ જાહેરાત કરી હતી, ત્યારથી વાંસદા કબજે કરવા ભાજપ મંડી પડ્યું છે. કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ કોઈ પડકાર નથી (Vansda Assembly seat Candidate) અને લોકો સમક્ષ વિકાસના મુદ્દાઓ સાથે જવાની વાત કરી હતી. જેની સાથે જ પોતાની જીત નિશ્ચિત હોવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. (Gujarat Assembly Election 2022
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST