વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ડ્રાઈવરે ચૂંટણી લડવા ઉમેદવારી નોંધાવી - Vinu Chawda in Amreli
અમરેલી જિલ્લાની વિધાનસભા બેઠક (Amreli assembly seat) અમરેલીમાં પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીના પૂર્વ ડ્રાઈવર વિનુ ચાવડાએ ઉમેદવારી નોંધાવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એક સમયનો સારથી ડ્રાઇવર વિનુ ચાવડાએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવીને સેવા કરવાના ધાનાણીના અભિગમને ગળે ઉતારીને ડ્રાઇવરમાંથી ધારાસભ્ય બનવા ફોર્મ ભર્યું છે. અમરેલીના નવા ખીજડીયા ગામનો યુવાને વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવીને હેડલાઈનમાં આવ્યો છે. વિનુ ચાવડા અગાઉ નવ વર્ષ સુધી પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ડ્રાઇવર (Paresh Dhanani driver) તરીકે નોકરી કરતા હતા.વિનુ ચાવડાએ (Vinu Chawda in Amreli) જણાવ્યું હતું કે, પરેશ ધાનાણી સાદગીથી જીવન જીવ્યા છે. લોકોની સેવા કરી છે. તેમજ હુ પણ લોકોની સેવા કરવા આવું છું. વધુમાં કહ્યું હતું કે, હું સગર સમાજમાંથી આવું છું. મને વિચાર એવો આવ્યો કે મારે ચૂંટણી લડવી જોઈએ. એટલે જંગી બહુમતીથી હું જીતીશ. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST