ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાહુલ ગાંધી સદામ હુસેન જેવા લગે છે : પબુભા માણેક - pabubha manek sabha in Dwarka

By

Published : Nov 24, 2022, 10:54 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

દ્વારકા વિધાનસભાના ભાજપના ઉમેદવાર (Dwarka Assembly Candidate) પબુભા માણેકની જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા, ત્યારે આ તકે સભાને સંબોધન કરતા પબુભા માણેકે બેફામ વાણી વિલાસ કર્યો હતો અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ગરિમાને ઠેસ પહોંચે તે રીતે તેમની મજાક ઉડાડી હતી. તો બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની દાઢી વધારી હાલનો જે એમનો લુક છે તેમને સદામ હુસેન સાથે સરખાવી રાહુલ ગાંધીને સદામ હુસેન ગણાવ્યો હતો. રાહુલ ગાંધીને દેશનો કમો ગણાવ્યો હતો અને કમાની પણ મજાક ઉડાડી હતી. ત્યારે એક તરફ જે દિવ્યાંગ કમા ગુજરાતમાં હાલ હોટ ફેવરીટ મનાઇ છે અને તેમને ભાજપના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી પણ પોતાના પ્રચાર અર્થે સામેલ રાખતા હોય છે, ત્યારે દિવ્યાંગ કમાની (pabubha manek sabha in Dwarka) આ રીતે મજાક ઉડાડતા કોંગ્રેસ તેમજ કમાના ચાહક વર્ગમાં પબુભા વિરુદ્ધ રોશની લાગણી જોવા મળી હતી. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details