ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોઈકને મોગલી તો કોઈને બીનઆદિવાસી કહી અપમાનના આક્ષેપની રાજનીતિ - Gujarat Assembly Election 2022

By

Published : Nov 25, 2022, 9:45 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

નવસારી: વિધાનસભાની ચૂંટણીનો માહોલ (Gujarat Assembly Election 2022 ) જામી રહ્યો છે, ત્યારે વાંસદા વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસની કાંટાની ટક્કર (Navsari Vansda Bjp Vs Congress) જોવા મળઈ રહી છે. વર્ષોથી વાંસદા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો કબજો રહ્યો છે અને સીટિંગ ધારાસભ્ય આદિવાસીનો વિશ્વાસ મેળવવામાં સફળ રહ્યા છે, ત્યારે ભાજપ પણ આદિવાસીઓનો હાથ કોંગ્રેસથી છોડાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે. વાંસદા (Navsari Vansda Assembly Seat) ખાતે ભાજપ દ્વારા ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પુર્વપ્રધાન નરેશ પટેલે પોતાનો રોષ ઠાલવ્યો હતો. વાંસદાના સીટિંગ ધારાસભ્ય આનંદ પટેલ નરેશ પટેલને તેમના સ્વર્ગીય માતાના મોગરી બેન પરથી નરેશ પટેલ મોગલી જાહેર મંચ પરથી સંબોધતા માઠું લાગી આવ્યુ હતું. જેથી તેમણે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, મારી માતા માટે વપરાયેલા શબ્દોનો જવાબ અમે આઠમી ડિસેમ્બરે આપીશું, તો બીજી તરફ નરેશ પટેલના આક્રોશની સામે અનંત પટેલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નરેશ પટેલ અશિક્ષિત હોવાને કારણે લોકો તેમને મોગલી કહે છે. તેઓએ નરેશ પટેલ પર આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, તેઓ પણ મને બિન આદિવાસી કહી મારા માતા પિતાનું અપમાન કર્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details