ગુજરાત

gujarat

ગણદેવી વિધાનસભાની બેઠક પર બમણી લીડથી જીતનો દાવો કરતા નરેશ પટેલે ઉમેદવારી નોંધાવી

By

Published : Nov 12, 2022, 10:22 PM IST

Published : Nov 12, 2022, 10:22 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

નવસારી જિલ્લાની 176 ગણદેવી સીટ હોય વિધાનસભા બેઠક જે વર્ષોથી ઉમેદવારો માટે શુકનિયાળ બેઠક તરીકે સાબિત થઈ છે. વર્ષોથી ગણદેવી વિધાનસભા બેઠક ભાજપનો ગઢ હોય ત્યારે ભાજપ તરફથી ફરી એકવાર પૂર્વ મંત્રી નરેશ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે. નરેશ પટેલ શુભેચ્છકો અને મોટી સંખ્યામાં પોતાના કાર્યકર્તાઓ સાથે ચીખલીના બગલાદેવ મંદિર ખાતે પોતાના કાર્યાલય ખાતેથી રેલી સ્વરૂપે પ્રાંત કચેરી પહોંચ્યા હતા. ત્યારબાદ નરેશ પટેલે 176 ગણદેવી વિધાનસભાના રિટર્નિંગ ઓફિસર સમક્ષ ટેકેદારો સાથે પોતાના વિધિવત સમય પર પોતાની ઉમેદવારી નોંધાવી હતી. નરેશ પટેલે જણાવ્યું હતું કે, તેઓ વિકાસના મુદ્દા લઈને પ્રજા સમક્ષ જશે અને ગત ટર્મની કરતાં આ વખતે બમણી લીડથી પોતાની જીતનો દાવો કર્યો હતો. Gandevi Assembly Seat Bagladeva temple of Chikhli Gujarat Assembly Election 2022
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details