ગુજરાત

gujarat

ETV Bharat / videos

ટીકીટ મળતા લવીંગજી ઠાકોર ઘેલમાં આવી જતા તેમનો વિડીયો થયો વાયરલ - Gujarat Assembly Election 2022

By

Published : Nov 15, 2022, 7:59 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

પાટણ રાધનપુર વિધાનસભા બેઠક ઉપરથી પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોરને ભાજપ દ્વારા ટિકીટ આપવામાં આવતા તેઓ ઢોલના તાલે જૂમી ઊઠ્યા હતા. તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમનો આ રમુજવાળો વિડીયો રાધનપુરના સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ અને રાધનપુર બેઠક ઉપર સત્તાવાર રીતે ઉમેદવારોની જાહેરાત કરી ન હતી. જેને લઈને અનેક અટકાડો સેવાઇ રહી હતી. પરંતુ ગત મોડી રાત્રે ભાજપે યાદી પ્રસિદ્ધ કરી તેમાં રાધનપુર વિધાનસભા બેઠક ઉપર લવિંગજી ઠાકોરને સત્તાવાર રીતે ઉમેદવાર તરીકે જાહેર કરાતા તેમના સમર્થકો અને ટેકેદારોમાં ખુરશીનો માહોલ જોવા મળ્યો હતો. લવિંગજી ઠાકોર ઢોલના તાલે નાચી ઊઠ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપોમાં વાયરલ થયો છે. જેને લઈને એક કુતુહલ પણ સર્જાયું હતું. લવિંગજી ઠાકોર ભલા માણસ તકિયા કલમથી ફેમસ છે. ત્યારે હવે તેમનો રમુજ વિડીયો વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થયો છે. જેમાં તેઓ ઠાકોર સમાજનો પરંપરાગત ડાન્સ કરતા જોવા મળ્યા હતો. Patan Radhanpur assembly seat Former MLA of Radhanpur assembly seat Video viral in social media of Radhanpur Gujarat Assembly Election 2022 Video viral on Social Media
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details