ગુજરાત

gujarat

By

Published : Nov 16, 2022, 12:06 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

ETV Bharat / videos

ભાજપના ઉમેદવારે કહ્યું કોંગ્રેસને 27 વર્ષથી જાકારો આપ પાર્ટી માત્ર શોભા માટે

બનાસકાંઠા ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉત્તર ગુજરાતમાં 5 ડિસેમ્બરે મતદાન (Banaskantha assembly seat) થનાર છે, ત્યારે દાંતા એસ.ટી બેઠકનું ચિત્ર ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે ને ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. દાંતા બેઠક પર ભાજપે રેલી યોજીને (Danta Assembly seat Candidate) ઉમેદવાર લાતુ પારઘીએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ રેલી દાંતા હેલિપેડ ખાતે આશીર્વાદ સભા સ્વરૂપે ફેરવાઈ હતી. જેમાં કાર્યકર્તાઓ સહિત મતદારોને વિશ્વાસમાં લેવાયા હતા. સાથે વિકાસના કામોની ખાતરી આપી લાતુ પારઘીએ (Latu Parghi in Danta) ઉમેદવારી ફોર્મ ભરવા માટે પ્રાંત કચેરી તરફ કૂચ કરી હતી. લાતુ પારઘી જણાવ્યું હતું કે, કોંગ્રેસને 27 વર્ષ પહેલા પ્રજાએ જાકારો આપ્યો છે, ત્યારે તેણે ફરી ન આવવું જોઈએ. આપ પાર્ટીને માત્ર શોભા માટે હોવાનું જણાવ્યું હતું. આ વિધાનસભાની ચૂંટણીમાં સતત બે વર્ષથી કોંગ્રેસ ચૂંટાઈ રહી છે, ત્યારે આ વખતે 50 હજાર વોટની લીડથી ભાજપ જીતશે તેવો વિશ્વાસનો મત વ્યક્ત કર્યો હતો. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details