ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોંગ્રેસ NCP ગઠબંધન હોવા છતાં કાંધલ જાડેજાએ અહિંથી ભર્યું ફોર્મ - Gujarat Assembly Election 2022

By

Published : Nov 11, 2022, 5:55 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

પોરબંદર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લઈને ઉમરેઠ, નરોડા, દેવગઢ બારીયા સીટ પર કોંગ્રેસ અને NCPનું ગઠબંધન જાહેર કર્યું છે. ત્યારે કુતિયાણા સીટ પરથી (Kutiyana assembly seat) કાંધલ જાડેજાએ NCPમાંથી ફોર્મ ભર્યું છે. કાંધલ જાડેજાએ જણાવ્યું હતું કે પ્રફુલ પટેલની સૂચનાથી તેઓ NCP પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. પરંતુ ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર નાથા ઓડેદરાએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા છે. જોકે બન્ને ઉમેદવારને મેન્ડેડ ફોર્મ આપવાના હજુ બાકી છે. ત્યારે જો ગઠબંધન થશે તો નાથા ઓડેદરાની ટિકીટ જાય તેવી (Kutiyana Assembly Candidate) સંભાવના છે, પંરતુ ગઠબંધન નહીં થાય તો કુતિયાણાના રાજકારણમાં પ્રથમ વાર ચતુષ્કોણીય જંગ જામશે. અહીં આમ આદમીએ ભીમા મકવાણાને ટીકીટ છે, જ્યારે ભાજપમાંથી રમેશ પટેલનું નામ ચર્ચામાં છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details