ગુજરાત

gujarat

ETV Bharat / videos

જગદીશ ઠાકોરે ખોળો ફેલાવી વાઘેલાને જીતાડવાની કરી આજીજી - Jagdish Thakor sabha at Bordi village

By

Published : Dec 1, 2022, 9:57 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

અરવલ્લી : જિલ્લામાં પાંચ ડિસેમ્બરના રોજ મતદાન (Congress in Aravalli) થવા જઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસે પ્રચાર તેજ કરાયો છે. જે અંતર્ગત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જિલ્લામાં બીજું વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું હતું. જેમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાના (Jagdish Thakor sabha at Bordi village) પ્રચાર માટે બાયાડના બોરડી ગામે જાહેર સભા સંબોધી હતી. આ સભામાં મંચ પરથી ભાષણ કરી રહ્યા હતા ત્યારે ખોળો ફેલાવી લોકો અને કાર્યકરો પાસે તેમણે કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાને જીતાડવાની આજીજી કરી હતી. આ સમયે બાયડ પંથકના યુવા ભાજપના 50થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. જેમને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ખેસ પહેરાવી આવકાર્યા હતા. આ સભામાં મોટી સખ્યામાં કોગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details