ઘોડા પર સવાર થઈને મતદાન કરતાં ભાઈબહેન બન્યાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર - ઘોડા પર સવાર થઈને મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણી Gujarat Assembly Election 2022 માટે પ્રથમ તબક્કાના મતદાન First Phase Election 2022 માં સુરતમાં અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું.પ્રથમ વખત મતદાન કરવા નીકળેલા ચોકડી પરિવારના ભાઈ બહેન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કારણકે તેઓ કાર કે બાઈક પર નહીં પરંતુ ઘોડા પર સવાર થઈને મતદાન Voting with Horse Riding in Surat કરવા માટે નીકળ્યા હતા. પાર્થ અને દેવાંશી બંને ભાઈ બહેન છે અને પ્રથમવાર લોકતંત્રના મહાપર્વમાં મત આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેઓને વિચાર આવ્યો કે આ પલ ને યાદગાર બનાવવા માટે તેઓ કોઇ વાહન નહીં પરંતુ ઘોડા પર સવાર થઈને મતદાન મથક પહોંચે બંને જણાવ્યું હતું કે જે સરકાર યુવાઓ માટે વિચારશે અને વિકાસ કામ કરશે તેઓને તે મત આપ્યાં આપશે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST