વલસાડમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ, કનુ દેસાઈ અને રમણલાલ પાટકરે કર્યું મતદાન - પારડી વિધાનસભા બેઠક
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 )માટે પ્રથમ તબક્કાના મતદાન( First Phase Election 2022 ) નો વલસાડમાં પણ પ્રારંભ થયો છે. વલસાડ જિલ્લાની 5 બેઠકો વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી અને ઉમરગામ બેઠક ( Umargam Assembly Seat )પર સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. જિલ્લામાં કુલ 13,29,239 મતદારો 1395 બુથ પર મતદાન કરવા કતારમાં ઉભા જોવા મળી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલ મતદાન પ્રક્રિયા હાલ શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે. ઉમરગામ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રમણલાલ પાટકરે ( Ramanlal Patkar )તો, વાપીમાં પારડી બેઠકના (Pardi Assembly Seat ) ઉમેદવાર કનુ દેસાઈ ( Kanu Desai )એ સવારમાં જ મતદાન કર્યું હતું. વાપીમાં જ્ઞાનધામ શાળા કનુ દેસાઈ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યાં ત્યારે શરૂઆતમાં EVM માં ખામી સર્જાઈ હતી. જે ક્ષતિ દૂર થયા બાદ તેમણે મતદાન કર્યું હતું. રમણલાલ પાટકર અને કનુ દેસાઈ મતદાન બાદ પોતાની પ્રતિક્રિયા આપી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.ઉલ્લેખનીય છે કે પારડી વિધાનસભા બેઠક પર 1,36,738 પુરુષ મતદારો, 1,22,524 સ્ત્રી મતદારો મળી કુલ 2,59,267 મતદારો છે. મોટાભાગના મતદારો બિનગુજરાતી છે. જ્યારે ઉમરગામ બેઠકમાં 1,51,902 પુરુષ મતદારો, 1,33,493 સ્ત્રી મતદારો મળી કુલ 2,85,398 મતદારો છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST