સીદી સમુદાયની પારંપરિક સંસ્કૃતિના દર્શન કરાવતાં થયું મતદાન - Gir Somnath Seats
ગુજરાત વિધાનસભા ચૂંટણી Gujarat Assembly Election 2022 ના પ્રથમ તબક્કામાં First Phase Election 2022 મતદારોના વિવિધ રંગ સામે આવ્યાં છે. જેમાં પાછલી આઠ સદીથી ગીર સોમનાથ જિલ્લાના Gir Somnath Seats તાલાળા નજીક જાંબુર માધવપુર શિરવાણ ગામમાં સીદી પરિવારો Sidi Adivasi Voter રહે છે. મૂળ આફ્રિકન મૂળના આદિવાસી સમુદાયના સીદી લોકો આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા તેમના પારંપરિક અને પ્રાચીન વસ્ત્ર પરિધાનમાં મતદાન કરવા માટે મતદાન મથક સુધી પહોંચ્યાં હતાં. લોકશાહીના આ મહાપર્વમાં મતદાનની સાથે પારિવારિક વેશભૂષાને પણ મહત્વ મળી રહ્યું છે. ત્યારે આદિવાસી સંસ્કૃતિમાં જીવતા તાલાલા વિસ્તારના સીદી આદિવાસીઓએ આજે પોતાના પારંપરિક વેશ પરિધાનમાં મતદાન મથકે પહોંચીને લોકશાહીના આ મહાપર્વને મતદાન થકી સાંસ્કૃતિક ભાવના ઉજાગર કરીને ઉજવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST