ઉમેદવારે લોકોને રીઝવવા ભાજપને મહારાજ તો કોંગ્રેસને આવું કહ્યું - Kalol Assembly Candidate
પંચમહાલ : ચૂંટણી આવી એટલે મતદારોને કોઈના કોઈ રીતે (Assembly seat in Panchmahal) રીઝવવા માટે પક્ષો અનેક નુસખાઓ અજમાવતા રહેશે છે. ક્યાંક રોબર્ટથી પ્રચાર થાય છે ક્યાંક જાદુગર તો યુવા વર્ગને રીઝવવા આધુનિક સંગીત સાથે ગીતો ગાયને (Kalol assembly seat) રિજવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં ક્ષત્રિય મતદારોને રીઝવવા માટે ભાથીજી મહારાજના નામનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે ભાથીજી મહારાજ કોણ છે એ વિશે જાણીએ તો ભાથીજી મહારાજને પંચમહાલ જિલ્લાના તેમજ અન્ય રહેતા ક્ષત્રિયો પોતાના ઇષ્ટદેવ માને છે. વાર તહેવારે તેમનું પૂજન કરવામાં આવે છે અને તેમના જીવન ચરિત્ર પર આખ્યાન (નાટક) રાખીને પૂજા કરે છે. ભાથીજી મહારાજનું બાલાસિનોર પાસે આવેલ ફાગવેલ ખાતે એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. ભાથીજી મહારાજને ગૌ રક્ષક તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાથીજી મહારાજ પર ક્ષત્રિયો બહુ આસ્થા ધરાવે છે, ત્યારે કાલોલ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણે (Fatesinh Chauhan in Kalol) મોકે પે ચોકા એટલે સામે પક્ષે ક્યાં વર્ગના મતદારો બેઠા એ જોઈને ભાજપ એટલે ભાથીજી અને કોંગ્રેસ એટલે કસાઈ ગાયનું માંસ ખાનારા એવું ભાષણ આપ્યું હતું. મોદીને શિવાજી સાથે સરખાવ્યા હતા. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST