ગુજરાત

gujarat

ETV Bharat / videos

આઝાદીના 75 વર્ષ બાદ છેવાડાના માનવી સુધી વિકાસ નથી પહોંચ્યો - કાટકુવા ગામમાં મતદાન

By

Published : Dec 5, 2022, 7:15 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

છોટા ઉદેપુર : બોડેલી તાલુકા પાસે પ્રાકૃતિક સૌંદર્ય અને ડુંગરોની હારમાળા વચ્ચે જંગલમાં વસેલા કાટકુવા ગામમાં 400 જેટલાં લોકો વર્ષોથી આ ગામમાં ખેતી ખેત મજૂરી અને પશું પાલન કરી વસવાટ કરી જીવન નિર્વાહ કરી રહ્યા છે. આ ગામમાં ધોરણ 1થી 8ની પ્રાથમિક શાળા આવેલી છે પરંતું, માત્ર બે જ શિક્ષકો ફરજ બજાવે છે, જ્યારે શાળામાં માત્ર ત્રણ ઓરડા બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત ગામ હજી (Chhota Udaipur assembly seat) સુધી પાકો રસ્તો બન્યો નથી. જેણે લઇને ગામમાં 108 એમ્બ્યુલન્સ આવતી નથી. ગામ લોકો આ અંગે વાત કરતા જણાવે છે કે, અમારા ગામમાં કોઈ પ્રસૂતાને પ્રસુતિની પીડા ઉપડે કે કોઈ બીમાર હોય તો ઝોળી બનાવી બે ડુંગર ચઢીને બે ડુંગર ઉતરીને ઝબાણ ગામ સુધી ઉચકીને લઇ જવું પડે છે. ચોમાસાના ચાર મહિના દરમિયાન ગામમાંથી બહાર નીકળી પણ શકાતું નથી. ગામના વૃદ્ધ મતદારોને 7 કિલોમીટર દૂર સાગવા ગામે ચાલતા મતદાન કરવા જવું પડે છે. ગામના લોકોએ જણાવ્યું કે, મત લેવા નેતા ઓ જેમ તેમ ચાલતાં ચાલતાં આવે છે, ત્યારે તમારો રસ્તો બની જશે (Development in Chhota Udepur) તેવા ઠાલા વચનો આપીને ચાલતાં ચાલતાં ચાલી જાય છે પણ હજી સુધી આ ગામના લોકોને પાકી સડક કે દૂધ ડેરી પણ મળી નથી. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details