ગુજરાત

gujarat

ETV Bharat / videos

સંખેડા પાવી જેતપુરના ઉમેદવારોએ રેલી બળ દેખાડી નોંધાવી ઉમેદવારી - Gujarat Assembly Election 2022

By

Published : Nov 18, 2022, 3:14 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

છોટા ઉદેપુર આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે, ત્યારે જિલ્લાની પાવી જેતપુર વિધાનસભા બેઠક (Chhota Udaipur Assembly Candidate) પર ભાજપના ઉમેદવાર જયંતિ રાઠવાએ ઉમેદવારી નોંધાવી છે. તેમજ સંખેડા બેઠક પરથી ધારાસભ્ય અભેસિંહ તડવીએ (Sankheda Assembly Candidate) પણ બોડેલી પ્રાંત અધિકારીને નામાંકન પત્ર રજૂ કર્યું છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર રંજન તડવીને ઉતાર્યા છે. સંખેડા બેઠક પર અભેસિંગ તડવીનું શક્તિ પ્રદર્શન સાથે કાર્યકરો હોદ્દેદારો લઈને ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. તેમજ જંગી જનમેદની સાથે રેલી યોજી ખુલ્લી જીપમાં સવાર થઈ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ધારાસભ્ય અભેસિંહ તડવીએ જણાવ્યું હતું કે, નસવાડી, સંખેડા અને બોડેલી તાલુકાની જનતા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ફોર્મ ભર્યું છે, PM મોદી અને ભુપેન્દ્ર પટેલની જોડીએ વિસ્તારમાં કામ કર્યું છે. અમે સંખેડા બેઠક પરથી જીતીશું. તો બીજી તરફ પાવી જેતપુર બેઠક (Pavi Jetpur Assembly Candidate) પર ભાજપના ઉમેદવાર જેન્તી રાઠવાએ જણાવ્યું હતું કે, અમે આ બેઠક પર જીત મેળવવાના તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ કમળ અમારા કાર્યકર્તા (Pavi Jetpur assembly seat) સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલના ચરણે અર્પણ કરીશું. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details