ગુજરાત

gujarat

ETV Bharat / videos

ખોડલધામ સમિતિના નરેશ પટેલે કર્યું મતદાન, આપ્યું ભાજપ અને કોંગ્રેસને લઈને અંતર જાળવીને નિવેદન - Gujarat election First Phase voting

By

Published : Dec 1, 2022, 4:50 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

જૂનાગઢ ખોડલધામ સમિતિના ચેરમેન નરેશ પટેલે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. વહેલી સવારે નરેશ પટેલ મતદાન મથક પહોંચ્યા હતા. પોતાનો મત આપીને લોકશાહીની આ પરંપરાને વધુ મજબૂત કરી હતી. મત આપ્યા બાદ નરેશ પટેલે માધ્યમો સાથેની વાતચીતમાં ભાજપ અને કોંગ્રેસ સાથે ચોક્કસ પ્રકારનું અંતર જાળવીને નિવેદન આપ્યું છે. તેમને મતદાનને લઈને વાત કરતા જણાવ્યું હતું કે વિકાસનું કામ યોગ્ય રીતે થાય તે માટે તેઓએ મત આપ્યો છે. પરંતુ લોકોનો મતદાન પ્રત્યેનો જે ઉમળકો જોવા મળે છે. તે મૂડ લોકોનો પરિવર્તન માટેનો હોય તે પ્રકારે મતદાનની ટકાવારી સતત વધી રહી છે. આજે મત આપ્યા બાદ ખોડલધામ સમિતિના ચેરમેન નરેશ પટેલે ભાજપ અને કોંગ્રેસ સાથે ચોક્કસ અને નિર્ધારિત અંતર જાળવીને માધ્યમોમાં પોતાનું નિવેદન આપ્યું છે. Chairman Khodaldham Committee Gujarat Assembly Election 2022 Gujarat election First Phase voting
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details