ગુજરાત

gujarat

ETV Bharat / videos

મહિલાઓનો રોષ જોઈને પ્રચાર માટે આવેલા ભાજપના સાંસદ ગાડીમાં બેસીને ચાલતી પકડી - BJP protest in Jari village

By

Published : Nov 21, 2022, 3:13 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

નવસારી વાંસદા વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો દર શરૂ થઈ ગયો છે, ત્યારે દરેક પક્ષના ઉમેદવારો (Vansda assembly seat) પ્રચાર માટે મતદારો સમક્ષ જતા હોય છે. પાછલા ટર્મની કામગીરીની ગાથા મતદારો આગળ ગાયને મતદારોને રીઝવવાના પ્રયાસો કરતા હોય છે, ત્યારે કોઈક વાર મતદારોના રોષનો ભોગ પણ બનવાનો વારો પક્ષ અને ઉમેદવારેને આવતો હોય છે. વાત કરવામાં (Vansda Assembly Candidate) આવે તો વાંસદા વિધાનસભા બેઠક જે આદિવાસી વિસ્તાર હોય અને વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. બીજેપી અત્યાર સુધી આદિવાસી મતદારોને રીઝવવામાં અસફળ રહી છે, ત્યારે આ વખતે ભાજપ આ બેઠક મેળવવા માટે પોતાના તમામ સ્ટાર પ્રચારકોને મતદારોને રીઝવવા માટે મેદાને ઉતારી રહી છે. જેને લઈને વાંસદાના જરી ગામે વાંસદા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પિયુષ પટેલના પ્રચાર અર્થે સાંસદ કે.સી. પટેલ (MP KC Patel in Vansda) જરી ગામે ગયા હતા. ત્યાં સ્થાનિકોએ ભારત માલા પ્રોજેક્ટને લઈને ભાજપના પ્રચારને લઈને આવેલા તમામનો વિરોધ (BJP protest in Jari village) કર્યો હતો. એક જ ચાલે અનંત પટેલ જ ચાલે ના નારા લગાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો. ખાસ કરીને સ્થાનિકોમાં મહિલાઓનો ભારે રોષ જોઈ ભાજપના ઉમેદવાર અને તેમના સમર્થકો તેમજ સાંસદ કે. સી. પટેલ ગાડીમાં બેસીને રવાના થયા હતા. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details