ગુજરાત

gujarat

ETV Bharat / videos

માણાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાએ ભર્યું ઉમેદવારી પત્ર અને આપ્યો વિજયનો વિશ્વાસ - BJP candidate filed nomination form

By

Published : Nov 14, 2022, 4:21 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પૈકી માણાવદર વિધાનસભા બેઠક પર આજે ઉમેદવારી પત્ર રજૂ કરવાના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાએ માણાવદર વિધાનસભા બેઠક પર પોતાની ઉમેદવારી રજૂ કરી હતી. પ્રાંત અધિકારી વંથલીની કચેરીમાં જવાહર ચાવડા અને તેમના કાર્યકરો જઈને માણાવદર બેઠક પર પોતાની ઉમેદવારી રજૂ કરી હતી. ઉમેદવારી રજૂ કરતા પૂર્વે વંથલી પટેલ સમાજમાં માણાવદર વિધાનસભા બેઠક નીચે આવતા ગામડાઓના અગ્રણી નેતાઓ અને કાર્યકરો સાથે બેઠકનું આયોજન થયું હતું. જેમાં માણાવદર વંથલી અને મેંદરડા વિસ્તારના આગેવાનોએ હાજર રહીને ધારાસભ્ય જવાહર ચાવડાનો ઉત્સાહ વધાર્યો હતો. આગામી ચૂંટણી 2022માં વિજય મળે તે પ્રકારનો ભરોસો જવાહર ચાવડાને અપાવ્યો હતો. જવાહર ચાવડાએ વંથલી પટેલ સમાજમાં આયોજિત ભાજપના કાર્યકરોની સભામાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે જણાવ્યું હતું કે જે પ્રકારે અત્યાર સુધીની ચૂંટણીમાં જે ઉમેદવારો સામે મેં હુ ચૂંટણી લડ્યો છું. તે બધા જ આજે મારી સાથે એક મંચ પર બેઠા છે. મને જીતાડવા માટેનો અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. જેને જવાહર ચાવડા ખૂબ જ આવકારી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં જવાહર ચાવડા વિજય બનશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રાંત અધિકારી વંથલીને ઉમેદવારી પત્ર રજૂ કર્યા બાદ માણાવદર વિધાનસભા બેઠકમાં સામેલ વંથલી માણાવદર અને મેંદરડા મત વિસ્તારમાં ધારાસભ્યના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પણ જઈ રહ્યા છે. અહીં પણ તેમના સમર્થકોની હાજરીમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. Five assembly seats of Junagadh district Manavdar assembly seat Provincial Officer Vanthali Vanthali Patel Society BJP candidate filed nomination form Gujarat Assembly Election 2022
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details