દેવગઢ બારિયાના ઉમેેદવારે એક લાખ કરતા વધુ મતોથી વિજય મેળવવાનો કર્યો ટંકાર - ચુંટણી
દાહોદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા દેવગઢ બારિયા વિધાનસભા મત વિસ્તારના જાહેર કરાયેલા ઉમેદવાર બચુ ખાબડ દ્વારા ગત રોજ ઉમેદવારી પત્ર નોંધાવવા (Devgadh Baria Assembly seat) મોટી સંખ્યામાં કાર્યકરો દેવગઢ બારીયા નગર મુકામે ઉમટી પડ્યા હતા. ભાજપના ઉમેદવાર બચુ ખાબડે દેવગઢ બારીયાના બસસ્ટેન્ડ આગળ મોટી (Devgadh Baria Assembly seat Candidate) સંખ્યામા જનમેદની સ્વરૂપે વાજતે ગાજતે રેલી યોજી હતી. કેસરિયા રંગમાં નીકળેલી કાર્યકરોના જનસમર્થન સાથેની રેલી દેવગઢ બારીયા પ્રાંત કચેરી પાસે પહોંચી હતી. દેવગઢ બારીયા (Bachu Khabad in Devgadh Baria) વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર બચુ ખાબડે સહયોગીઓના ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી .જેમાં દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, દાહોદ જિલ્લા પ્રમુખ શંકર અમલીયાર સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉમેદવારી પત્ર નોંધાવ્યા બાદ બચુ ખાબડે એક લાખ કરતા વધુ મતોથી ભવ્ય વિજય મેળવવાનો ટંકાર કર્યો હતો. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST