ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાર્ટીના ઉમેદવારો વડોદરાની બહાર ગયા તેવો સવાલ કરતા કેજરીવાલે આવું કહ્યું - આમ આદમી પાર્ટી

By

Published : Nov 21, 2022, 11:54 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

વડોદરા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વડોદરા શહેર જિલ્લાનું મતદાન બીજા તબક્કામાં (Vadodara Assembly Candidate) થવા જઈ રહ્યું છે. જે પૂર્વે તમામ પક્ષના નેતાઓ, પાર્ટીના આગેવાનો ગુજરાતના પ્રવાસે પ્રચાર માટે આવી રહ્યા છે, ત્યારે વડોદરા એરપોર્ટ પર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal visits Vadodara) આવી પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલે એરપોર્ટ પર આવી ત્યાંથી હાલોલ ખાતે રોડ માર્ગે કારમાં (Arvind Kejriwal at Halol) રવાના થયા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, AAPના બધા ઉમેદવાર અમારી સાથે છે. તેમની હાલ ટ્રેનિંગ ચાલી રહી છે. વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનથી ખૂબ પરેશાન છે. કોંગ્રેસ વિકલ્પ નથી. લોકો આમ આદમી પાર્ટીને એક આશાના કિરણના રૂપમાં જુએ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો વડોદરાની બહાર ગયા છે, તે અંગેના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે બધા ઉમેદવાર અમારી સાથે છે ટ્રેનિંગ માટે સોમનાથ ગયા છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details