મે ઝુકેગા નહીં સાલા! અનંત પટેલે ભાજપના સ્વપ્ન પર પાણી ફેરવ્યું - Anant Patel wins in Vansda
નવસારી : જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકો ઉપર બે તબક્કામાં (Navsari assembly seat) મતદાન થયા બાદ ગઈકાલે ચોંકાવનારા પરિણામો આવ્યા હતા. નવસારી જિલ્લાની ચારે વિધાનસભા બેઠકો સર કરવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ વાંસદા બેઠક ઉપર (Vansda assembly seat) ભગવો લહેરાવવાનું ભાજપનું સ્વપ્ન રોળાઈ ગયું છે. પરંપરાગત ગણાતી વાંસદા બેઠક કોંગ્રેસે જાળવી રાખી છે. કોંગ્રેસના ઉમેદવાર (Vansda Assembly Candidate) અનંત પટેલે 33,942 મતોની જંગી લીડથી વાંસદા વિધાનસભા સીટ પર વિજય (Anant Patel wins in Vansda) થયા છે. જીત ના જશ્નમાં અનંત પટેલના સમર્થકોએ મોટી સંખ્યામાં પરંપરાગત વાજિંત્રો સાથે વિજય સરઘસ કાઢ્યું હતું. જેમાં અનંત પટેલે અગાઉ આદિવાસી રેલીમાં એક જ ચાલે આદિવાસી ચાલે ગીત પર પુષ્પાસ સ્ટાઇલમાં ડાન્સ કર્યો હતો. વિજય સરઘસ દરમિયાન અનંત પટેલે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસની એક જ બેઠક આવ્યા બાદ ફરી અનંત પટેલ દ્વારા પુષ્પા સ્ટાઇલ ડાન્સ કરતાનો વિડીયો ફરી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST