ગુજરાત

gujarat

By

Published : Dec 1, 2022, 7:20 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ETV Bharat / videos

લોકશાહીનો અવસર, પોતાના લગ્ન હોવા છતા ધોરાજીની યુવતી મત આપવા ગઇ

રાજકોટ ગુજરાત વિધાનસભાની(Gujarat Assembly Election 2022) સામાન્ય ચૂંટણી માટેનું પ્રથમ તબક્કાનું મતદાન તારીખ 1 ડિસેમ્બર 2022 ના રોજ યોજાયું હતું જેમાં રાજકોટ જિલ્લાના (Rajkot assembly seat) ધોરાજી શહેરમાં શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં રહેતી યુવતીએ પોતાના જ લગ્ન પ્રસંગની અંદર તમામ વિધિઓની સાથે સાથે લોકશાહીના પર્વ માટેની અમૂલ્ય વિધિને પણ પૂરતું પ્રાધાન્ય આપી મતદાન મથકે પોતાના લગ્ન પ્રસંગ દરમિયાન અન્ય વિધિઓની સાથે સાથે મતદાન કરવા માટેની પણ વિધિ કરી અને પોતાનો મતદાન યોગ્ય રીતે કર્યું હતું. જે રીતે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન(First phase polling) છે. ત્યારે ઠેઠે લોકો લોકશાહીના આ પર્વને ઉજવવા માટે કોઈને કોઈ રીતે કે કોઈને કોઈ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવા માટે પહોંચતા હોય છે. ત્યારે ધોરાજીની યુવતી દિશા ગંગાજળિયા પોતાના લગ્ન પ્રસંગની સાથે સાથે મતદાન કરવા પણ પહોંચી હતી.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details