ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોંગ્રેસનું NCPની ઘડિયાળ સાથે જોડાણ, કોંગ્રેસનો સમય બદલાશે? - કોંગ્રેસનો ગઠબંધનની જાહેરાત

By

Published : Nov 11, 2022, 10:47 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાઠીઓ જંગ જોવા મળશે. ત્રણેય પક્ષો દ્વારા ઉમેદવારોની એક પછી એક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. આ વખતે કોંગ્રેસ દ્વારા ફરીથી NCP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. જયંત બોસ ETV Bharat સાથેની વાતચીત કરી હતી. તેમની કઈ સીટ ઉપર તેઓ ગઠબંધન કર્યું છે અને તેમની આગામી રણનીતિ કોંગ્રેસથી અલગ રહેશે કે પછી એમની સાથે જ રહેશે તેના વિશે વાત કરી હતી. NCP અને કોંગ્રેસનો ગઠબંધન થતાં જ ઉમરેઠ નરોડા દેવગઢ બારીયા બેઠક પર NCPના ઉમેદવારો ચૂંટણી લડશે. આ મામલે જયંત બોસ્કીએ રૂબરૂ જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં NCP અને કોંગ્રેસનો ગઠબંધનની જાહેરાત થઈ છે. વિધાનસભાની આ ચૂંટણીમાં NCP3 સીટો લડશે અને નરોડા ઉમરેઠ અને દેવગઢ બારીયા આ ત્રણ સીટો ઉપર અમારું ગઠબંધન છે. અમારા જે ત્રણ બેઠક ઉપર ગઠબંધન કરવામાં આવ્યું છે. એમાં અમે કોઈ એવું કામ નહીં કરીએ કે જેનાથી આ ત્રણેય બેઠક ઉપર અમે વફાદારીથી લડશું. અમારા પક્ષમાંથી જો કોઈ અપક્ષ લડે છે. એનાથી અમને કોઈ લેવાદેવા નથી અને કોંગ્રેસ દ્વારા જે વિશ્વાસ મારા ઉપર રાખવામાં આવ્યો છે. એને અમે તૂટવા નહીં દઈએ. Gujarat Assembly Election 2022 Alliance between Congress and NCP Congress announces alliance
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details