ગુજરાત

gujarat

HSC Result 2023 : જામનગર જિલ્લાનું 80.28 ટકા પરિણામ, 42 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

ETV Bharat / videos

HSC Result 2023 : જામનગર જિલ્લાનું 80.28 ટકા પરિણામ, 42 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

By

Published : May 31, 2023, 6:13 PM IST

જામનગર :રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું બોર્ડનું પરિણામ જાહેર થયું છે, ત્યારે જામનગર જિલ્લાનું 80.28 ટકા પરિણામ આવ્યુ છે. બોર્ડ ટોપ 10માં જામનગરની મોદી સ્કુલની 1 વિદ્યાર્થિની આવતા શાળામાં ખુશીનો માહોલ છે. જામનગર જિલ્લામાં 42 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જિલ્લામાં 14 વિદ્યાર્થીઓ 99 PR, 49 વિદ્યાર્થીઓ 95 PR અને 73 વિદ્યાર્થીઓ 90 PR મેળવ્યા છે. સમગ્ર જિલ્લામાં અકબરી ક્રિષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. સારા ગુણ મેળવનાર વિદ્યાર્થિની અકબરી ક્રિષાએ જણાવ્યું હતું કે, રોજ 8થી 10 કલાકનો વાંચન કરતી હતી અને સ્કૂલની તમામ ટેસ્ટમાં હાજર રહેતી હતી. સાથે સાથે પરિવારજનો દ્વારા પણ પૂરો સપોર્ટ આપવામાં આવ્યો છે. જેના કારણે આ સિદ્ધિ મળી છે. મહેનત વિના કોઈ પણ જાતની સફળતા મળતી નથી.

  1. HSC Result 2023 : રાજકોટમાં પાણીપુરી વેચનારની દીકરીએ ધોરણ 12માં 99.93 PR મેળવ્યા
  2. HSC Result 2023 : પેપર બાકી હતાને પિતાને રમતા રમતા હાર્ટ એટેક આવ્યો, દીકરીએ રિઝલ્ટમાં મારી સિક્સ
  3. HSC Result 2023 : જૂનાગઢમાં કેન્સર ગ્રસ્ત પિતાએ ઉધાર પૈસા લઇને પુત્રીને ભણાવી, પુત્રીએ ધોરણ 12માં 99.63 પીઆર મેળવ્યા

ABOUT THE AUTHOR

...view details