ગ્રેટ ખલીની ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે બોલાચાલી, વીડિયો વાયરલ - સોશિયલ મીડિયા
પંજાબના લુધિયાણામાં પ્રખ્યાત રેસલર ધ ગ્રેટ ખલીનો (wrestler The Great Khali) એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ખલી ટોલ પ્લાઝા પર ટોલ કર્મચારીઓ સાથે દલીલ કરી રહ્યો છે. આ ટોલ પ્લાઝા લુધિયાણાનો લાડોવાલ ટોલ પ્લાઝા (Ladowal toll plaza of Ludhiana) છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ટોલ કર્મચારીઓ ખલી પર થપ્પડ મારવાનો આરોપ (Khali accused of slapping) લગાવી રહ્યા છે. સાથે જ ખલી પણ તેનો ઇનકાર કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં ટોલ કર્મચારી કહે છે કે, તેણે તેને તેનું આઈડી કાર્ડ બતાવવાનું કહ્યું, જે પછી ખલીએ તેને થપ્પડ મારી. આ ઘટના બાદ તેણે ખલીની કારને આગળ વધતી અટકાવી હતી. તે જ સમયે, ખલી વીડિયોમાં કહેતો જોવા મળે છે કે, તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખલીએ કહ્યું કે, તે જલંધરથી કરનાલ જઈ રહ્યો હતો. આ દરમિયાન, ફિલ્લૌર નજીક લાડોવલ ટોલ પ્લાઝા (Ladowal toll plaza of Ludhiana) પર કર્મચારીઓએ તેની સાથે કારમાં ફોટો પડાવવાની માંગ કરી, જેનો તેણે ઇનકાર કરી દીધો, ત્યારબાદ તેણે ગેરવર્તન શરૂ કર્યું.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST