ગુજરાત

gujarat

ETV Bharat / videos

વાઘોડિયા ગ્રામ રક્ષકદળ જવાનોની વેતન વધારાની માગણી, મધુ શ્રીવાસ્તવે આશ્વાસન આપ્યું - વાઘોડિયા ગ્રામ રક્ષકદળ જવાનોની વેતન વધારાની માગણી

By

Published : Sep 24, 2022, 7:08 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

વડોદરા જિલ્લામાં વાઘોડિયા વિધાનસભા ( Vaghodia Aseembly Seat ) ક્ષેત્રમાં ફરજ બજાવતા ગ્રામ રક્ષકદળના ( Gram Rakshak Dal )જવાનો મોટી સંખ્યામાં આજે વિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ( MLA Madhu Shrivastav ) ની ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતાં. ગુજરાત સરકાર સામે અનેક સરકારી કર્મચારીઓ વિવિધ માંગોને લઈને બાયો ચઢાવી છે ત્યારે હવે તેમાં હવે ગ્રામ રક્ષકદળનો પણ ઉમેરો થયો છે. તેઓના વેતનમાં વધારો, ખાખી યુનિફોર્મ નિયમિત રીતે આપવા જેવી માગણીઓ લઈને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને રજૂઆત ( GRD Demand For Salary Hike ) કરવામાં આવી હતી. મધુ શ્રીવાસ્તવની ઓફિસ બહાર જવાનોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં. શ્રીવાસ્તવે આ રજૂઆતો ( Memorandum to MLA Madhu Shrivastav )ને ઉચ્ચકક્ષાએ પહોંચાડવાનું આશ્વાસન આપ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details