ગુજરાત

gujarat

By

Published : Dec 8, 2022, 6:23 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

ETV Bharat / videos

કપડવંજ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય, વિકાસના કાર્યો અંગે સતત પ્રયત્નશીલ રહીશ: રાજેશભાઈ ઝાલા

ખેડા ખેડાની કપડવંજ બેઠક પર ભાજપ ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે. ખેડા જિલ્લાની કપડવંજ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ઝાલાનો ભવ્ય વિજય થયો છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીને 31000 ઉપરાંત મતથી હરાવી ભવ્ય વિજય મેળવ્યો હતો. તેમણે વિસ્તારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવા જણાવ્યુ હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ના મત ગણતરીના દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર કાળાભાઈ રાયજીભાઈ ડાભીને 80158 મળ્યા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઝાલા રાજેશકુમાર મગનભાઈ 112036 મતે જીત હાંસલ કરી છે. આ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનુભાઈ રામાભાઈ પટેલ 8901 પાછળ રહી ગયા હતા. ભાજપના વિજેતા ઉમેદવાર જેશભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રદાન નરેન્દ્ર મોદી સાહેબ ગૃહપ્રધાન અમીત શાહ તેમજ રાજ્યના પ્રદાશ પ્રમુખ સાઆર પાટીલનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેમકે 34 વર્ષીય નેતાને 120 કપડવંજ વ્ધાનસભા બેઠક માટે યુવાન નેતૃત્વ કરવાની મને તક આપી છે. મારા બધાજ ભાઈઓ બહેનો અને યુવાનોનો પણ હું આભાર માનું છું. જેમણે મારા ઉપર ભરોસો મુકીને 32,000 વધુ લીડથી મને વિજય બનાવ્યો છે. કઠલાલ અને કપડજવંજ વિસ્તારની અંદર વિકાસના કાર્યો અંગે સતત પ્રયત્નશીલ રહીશ. સરકાર દ્વારા વિકાસના જે કાર્યો કરવામાં આવી રહ્યો છે. જેમાં કઠલાલ અને કપડવંજ અગ્રેસર રહે તે કાયમ માટે હું અગ્રેસર રહીશ. Kapdvanj seat of Kheda Gujarat Assembly Election 2022 Congress candidate for Kapdwanj assembly seat BJP candidate for Kapdwanj assembly seat
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details