દેશ વિદેશના સર્જન્સ સાથે 2 દિવસનો લાઈવ સર્જરી ગ્લોબલ સર્જન્સ સમિટનો પ્રારંભ
વાપીમાં 10 અને 11 જૂન બે દિવસ માટે વાપી સર્જન્સ એસોસિએશન અને એસોસિએશન ઓફ મિનિમલ એકસેસ સર્જન્સ ઓફ ઇન્ડિયા (AMASI) દ્વારા (Vapi Global Surgeon Summit )મેરિલ ઇન્ડો-સર્જરીના સહયોગમાં ગ્લોબલ સર્જન્સ સમીટ 2022નું (Global Surgeon Summit 2022 )આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશના 400 સર્જન્સની ઉપસ્થિતિમાં હર્નિયા, બેરિયાટ્રિક, કોલો-રેકટલ સર્જરીની લાઈવ સર્જરી સાથે નિષ્ણાંત તબીબોએ અન્ય તબીબોને ન્યુઅર ટ્રિક્સ અને ટ્રિક્સ બતાવવામાં હતી. ગ્લોબલ સમિટના પ્રથમ દિવસે હર્નિયા, બેરિયાટ્રિક, કોલો-રેકટલ સર્જરીના 7 જેટલા ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતાં. બીજા દિવસે 8 ઓપરેશન સાથે કુલ 15 ઓપરેશન કરવામાં આવશે. જેનું સીધું પ્રસારણ કોન્ફરન્સ સ્થળ મેરિલ એકેડેમી ખાતે દેશ વિદેશના 400 સર્જન્સે લાઈવ નિહાળ્યું હતું. તેમજ મૂંઝવતા પ્રશ્નોનું નિષ્ણાંત તબીબો પાસેથી નિરાકરણ મેળવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST