Gir Somnath Rain : તાલાલામાં હોસ્પિટલમાં 3થી 4 ફૂટ પાણી ભરાતા, દર્દીઓ મુશ્કેલીમાં જોવા મળ્યા - તાલાલામાં સરકારી હોસ્પિટલમાં પાણી ઘુસ્યું
ગીર સોમનાથ : અતિભારે વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં વરસાદી પાણી ભરાયા હોય તેવો ચિંતાજનક માહોલ સામે આવ્યો છે, અત્યારે વરસાદને કારણે નદી નાળાઓ છલકાઈ રહ્યા છે. જેને કારણે હિરણ નદીમાં ખૂબ મોટું વરસાદી પુર આવ્યું છે. જે તાલાલા શહેરમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરી વળતા હોસ્પિટલમાં ત્રણથી ચાર ફૂટ જેટલું વરસાદી પાણી ભરાયું હતું. જેને કારણે ઓપરેશન કરાયેલા 10થી વધારે દર્દીઓને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતરિત કરવાનો સમય આવ્યો હતો. અચાનક પડેલા અતિભારે વરસાદને કારણે લોકો અને ખાસ કરીને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ભારે મુશ્કેલીમાં જોવા મળ્યા હતા.