Crocodile Rescue: કોડીનારની મસ્જિદમાં આવી ચડેલ મહાકાય મગરમચ્છનું રેસ્ક્યુ, જુઓ વીડિયો - Junagadh crocodile
જૂનાગઢ:કોડીનારની મસ્જિદમાં અચાનક આવી ચડેલી મહાકાય મગરમચ્છનું રેસ્ક્યુ જામવાળા વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. મહાકાય મગરમચ્છને જંગલ વિસ્તારના નદીના પટમાં મુક્ત કરી દેવામાં આવશે. વરસાદ અને પૂરના પાણીમાં અચાનક ખૂબ જ વિશાળ કદ ધરાવતી મગરમચ્છ મસ્જિદમાં આવી પહોંચતી હતી જેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગીર પંથકમાં સચરાચર વરસાદ પડી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં અતિ ભારે વરસાદને કારણે તમામ નદી અને નાડાઓ છલકાઈ રહ્યા છે. મોટાભાગના જળાશયો પણ તેની પૂર્ણ ક્ષમતા કરતા પાણીની આવક વધતા તેમાંથી પણ પાણીનો જથ્થો બહાર કાઢવામાં આવી રહ્યો છે. આવા સમયે કોડીનાર નજીકથી પસાર થતી શિંગોડા નદીના પટ માંથી એક ખૂબ જ વિશાળકાઈ મગરમચ્છ અચાનક કોડીનાર શહેર નજીક નદીના પટ વિસ્તારમાં આવેલ મસ્જિદમાં પહોંચી ગઈ હતી. જેને જામવાળા વન વિભાગના કર્મચારીઓએ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેને નદીના પટ વિસ્તારમાં છોડવાની તજવીજ શરૂ કરી છે.