Rain in Dwarka : દ્વારકા જિલ્લામાં આટલા ગામોને કરાયા એલર્ટ - Rain update in Gujarat
દેવભૂમિ-દ્વારકા : હવામાન ખાતાની આગાહીને પગલે ભારેથી (Rain update in Gujarat) અતિભારે વરસાદ ખાબકી તેવી શક્યતાના પગલે દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં (Rain in Dwarka) રહેતા લોકોને સ્થળાંતર કરવા તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટરના છોડવા આદેશ કરવામાં આવ્યો છે. વરસાદની ગંભીર પરિસ્થિતિ બાબતે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. તેના ફોન નંબર 02833232215 તેમજ ટોલ ફ્રી 1077 તથા 7859923844 પર જાણ કરવા (Dwarka Rain Helpline Number) જણાવવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તાર તેમજ કોઝવે પરથી અથવા નદીના પટમાંથી અવરજવર ન કરવા જિલ્લા કલેકટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. જિલ્લાના ગઢકી ડેમ, ઘી ડેમ, સેઢા ભાડથરી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોય જેમની રહેઠાણવાળા ગામો જામપર, ધુમથર, ચૂર ,ચપર, કાનપર શેરડી, સિદ્ધપુર, માંગરીયા,હરીપુર સહિતના ગામોને એલર્ટ કરાયા છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST