General Meeting of JMC: JMCની સામાન્ય સભામાં એક પણ ઠરાવ પસાર થયો નહીં - JMC Corporation
જામનગર મહાનગરપાલિકાની સામાન્યમાં મેયર અને ડેે.મેયરની ગેરહાજરીમાં સામાન્ય સભાનું અધ્યક્ષસ્થાન સ્થાયી સમિત્તિના અધ્યક્ષ મનિષ કટારિયાએ (General Meeting of JMC)સંભાળ્યું હતું. કચરો તેમજ ગંદકી અને રોડ રસ્તાના કામ મામલે પણ ગૃહમાં ભારે ગરમાવો થયો હતો. વિરોધ પક્ષના તમામ સભ્યોએ પોતાના પ્રશ્નો (Jamnagar Municipal Corporation)રજૂ કર્યા હતા. ખાસ કરીને નવી બનેલી સોસાયટીમાં હજુ સુધી સફાઈ કર્મચારીઓ ફાળવવામાં આવ્યા નથી જેના કારણે ગંદકીના ગંજ ખડકાયા છે. વિપક્ષના નેતા આનંદ રાઠોડ, સભ્ય અસ્લમ ખિલજી, રચના નંદાણિયાએ પ્રશ્નોતરી કાળ દરમિયાન મહાનગરપાલિકાના વિવિધ પ્રશ્ને રજૂઆત કરતા ગૃહમાં ગરમાવો પ્રસરી ગયો હતો. કોર્પોરેટર નંદાણીયા અને વિરોધ પક્ષના નેતા આનંદ રાઠોડે ICDC ભાગમાં બેફામ ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો કર્યા હતા. આ સામાન્ય સભામાં કોઇ વિશેષ મહત્વનો એજન્ડા ન હોવાથી સામાન્ય સભાની કાર્યવાહી માત્ર દોઢ કલાકમાં પુરી થઇ ગઇ હતી. જામનગર મહાનગરપાલિકામાં આઉટસોર્સનો કોન્ટ્રાક્ટ છ કંપનીઓને આપવામાં આવ્યો છે આ કંપનીઓ કર્મચારીઓને પૂરતો પગાર ન આપતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST