બનાસ ડેરી સાધારણ સભા : રુપાલાની હાજરીમાં શંકર ચૌધરીએ કરી પશુપાલકોને ભાવ ફેરની મોટી જાહેરાત - બાદરપુરા ઓઇલ મીલ
બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. કારણ કે બનાસ ડેરીની સાધારણ સભામાં અત્યાર સુધીમાં સૌથી વધુ અને ઐતિહાસિક એવો 19.5 ટકા ભાવ ફેર આપી 1650 કરોડ રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી હતી. જેનાથી જિલ્લાના સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકોને મોટો ફાયદો થશે. પાલનપુર તાલુકાના બાદરપુરા ઓઇલ મીલ (Badarpura Oil Mill) ખાતે બનાસ ડેરીની સાધારણ સભા (General Meeting of Banas Dairy) યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય રાજ્યપ્રધાન પુરુષોત્તમ રૂપાલાના (Union Minister of State Purushottam Rupala )હસ્તે અમૂલ પ્રો બટર મિલ્ક (Amul Pro Butter Milk )અને ફૂડ લેન્ડનો શુભારંભ કરાયો હતો. આ સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી (Banas Dairy Chairman Shankarbhai Chaudhary ) બનાસ ડેરીની સિદ્ધિઓ ગણાવતા જણાવ્યું હતું કે જિલ્લામાં અત્યારે સૌથી વધુ 27 લાખ પશુઓ છે જે તમામનો બનાસ ડેરી દ્વારા ટેકિંગ કરી આધારકાર્ડ બનાવવામાં આવ્યા છે.અત્યારે બનાસ ડેરીમાં રોજનું 75 લાખ જેટલું દૂધ આવે છે જ્યારે એક દિવસમાં સૌથી વધુ 90 લાખ લિટર દૂધની આવક પણ નોંધાઇ હતી. ત્યારે આ તકે બનાસ ડેરીએ સૌથી વધુ 19.05 ટકા ભાવ ફેર આપતા પશુપાલકોને 1650 કરોડ રૂપિયા ચૂકવવાની જાહેરાત(Shankar Chaudhary made a big announcement) કરી હતી. બનાસ ડેરીના આ નિર્ણયથી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને ફાયદો થશે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST