Gauri Vrat 2023 : જૂનાગઢમાં કુમારીકાઓએ કર્યું ગૌરી વ્રતનું પૂજન કરીને શ્રી કૃષ્ણને ભાવિ ભરથાર માટે કરી પ્રાર્થના - ગૌરી વ્રતનું મહત્વ
જૂનાગઢ : અષાઢ સુદ પૂનમના દિવસે કુમારિકાઓ દ્વારા ગૌરી વ્રતનું પૂજન કરવામાં આવ્યું હતું. પરંપરા મુજબ ગોરમાનું વ્રત કરીને કુમારિકાઓ શ્રી હરિ કૃષ્ણને પામવા માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે. ગોપીઓને વ્રતથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રાપ્ત થયા હતા. તે જ રીતે આજના દિવસે કુમારિકાઓ દ્વારા ગોરમાનું પૂજન કરીને તેમને કૃષ્ણ જેવા ભાવિ ભરથાર મળે તે માટે પૂજન કર્યું હતું. આજે મધ્યરાત્રી સુધી કુમારીકાઓ દ્વારા નમક વગરનું ભોજન ગ્રહણ કરવામાં આવે છે. તેમજ જાગરણ કર્યા બાદ ગૌરી વ્રતની વિધિવત રીતે પૂર્ણાહુતિ થતી કરે છે.
Dwarkadhish Temple : દ્વારકાધીશ જગત મંદિરે જેઠ પૂર્ણિમાએ થઇ ખુલ્લા પડદે સ્નાન વિધિ, પરંપરા જાણો
Surat News : જયા પાર્વતી વ્રતમાં પીઓ ખાસ બ્રેઇન ટોનિક કેસર મસાલા દૂધ