ગુજરાત

gujarat

24 કલાક સુરક્ષા અને સલામતી માટે તત્પર રહેનાર પોલીસકર્મીઓ અને તેમના પરિવાર માટે સુરત પોલીસ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન

ETV Bharat / videos

Navratri 2023: સુરક્ષા અને સલામતી માટે તત્પર રહેનાર પોલીસકર્મીઓ અને તેમના પરિવાર માટે સુરત પોલીસ દ્વારા ગરબાનું આયોજન

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 1:58 PM IST

સુરત: પ્રજાની સુરક્ષા અને સલામતી માટે 24 કલાક તત્પર રહેનાર સુરત પોલીસ દ્વારા પોલીસ કર્મીઓ અને તેમના પરિવાર સહિત શહેરીજનો માટે ખાસ અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબા આયોજનમાં લોકો પરંપરાગત ગીત પર ગરબા રમતા જોવા મળે સુરત પોલીસ દ્વારા આયોજિત આ ગરબા મહોત્સવમાં પણ લોકો પોતાને ખૂબ જ સુરક્ષિત પણ અનુભવે છે. પોલીસ પરિવાર સાથે શહેરી જેનો પણ નિશુલ્ક આ ગરબા આયોજનમાં પ્રવેશ મળી શકે છે. 24 કલાક લોકોની સલામતી અને સુરક્ષા માટે તત્પર રહેનાર પોલીસ કર્મીઓ એક તરફ નવરાત્રીમાં બંદોબસ્તમાં પણ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ ગણતરીના મિનટો માટે પોતે પણ ગરબા રમે હળવાશ અનુભવી રહ્યા છે. લોકોની સલામતી માટે ખાસ કરીને પરંપરાગત પરિવેશમાં પોલીસ ગરબા આયોજનોમાં તૈનાત પણ છે.

  1. surat woman suicide: બે વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરેલી બ્યુટિશિયન યુવતીનો આપઘાત, મૃતક પરિણીતાના પતિ અને સાસુની ધરપકડ
  2. Surat Crime News: JCBથી ઓફિસને ભોંયભેગી કરીને કાટમાળ, ફર્નિચર, પતરાની લૂંટ ચલાવી

ABOUT THE AUTHOR

...view details