વાંસદા બેઠક પર કોંગ્રેસના ગઢમાં ગાબડું, ભાજપનો મેજીક દાવ - વિધાનસભા ચૂંટણી 2022
વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલી વાંસદા વિધાનસભા બેઠક પર ભાજપએ મેજિક દાવ ખેલ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. જિલ્લા પંચાયત ખાતા આંબા બેઠકના ચંદુ જાદવ ભગવો ધારણ કરાવી ભાજપના ખેમામાં સામીલ કરતા વાસદા બેઠક પર ગરમાટો જોવા મળ્યો હતો. 1962 થી વાંસદા વિધાનસભા બેઠક કોંગ્રેસના ફાળે રહી છે. આજ દિન સુધી ભાજપ આ બેઠક મેળવવા માટે અવનવા અખતરા કરતું આવ્યું છે. પરંતુ આજ દિન સુધી ભાજપ આદિવાસીઓનો હાથ છોડાવી શકી નથી. થોડા દિવસ અગાઉ જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ કોંગ્રેસના ગઢમાં વિશ્વાસ ઉભો કરવા માટે આદિવાસી ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. તો બીજી તરફ વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસેથી ઝપટી લેવા માટે આ વખતે યુવા અને સીટીંગ ધારાસભ્ય અનંત પટેલની સામે ભાજપે યુવા ચહેરા પિયુષ પટેલને મેદાને ઉતાર્યા છે. અને વાંચતા વિધાનસભા બેઠક મેળવવા માટે ભાજપ તમામ મરણિયા પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે ભાજપે કોંગ્રેસનાગઢમાં મોટું ગાબડું પાડ્યું નવસારી જિલ્લા પંચાયતની કોંગ્રેસની ત્રણ બેઠક હતી. જેમાં નવસારી જિલ્લા પંચાયતની કોંગ્રેસની ખાટાઆંબા બેઠક પરથી ચૂંટાયેલા અને વિરોધ પક્ષના નેતા ચંદુ જાદવએ વિધિવત રીતે જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહના હાથે ભગવો ધારણ કર્યો હતો. કોંગ્રેસના વિશ્વાસુ સભ્યને ભાજપે પોતાના તરફ કરી મોટો દાવ ખેલતા વાસદા વિધાનસભા બેઠકમાં હાલ તો ગરમાટો આવી ગયો છે. બીજી તરફ ચંદુ જાદવ જોડે ટેલીફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે પાંચ વર્ષથી હું વિરોધ પક્ષમાં બેઠો છું અને કાયમ વિરોધ જ કરવાનું તો કામ કેટલું કરીશું તેથી હું ભાજપમાં જોડાયો છું. Amba assembly seat, Gujarat Assembly Election 2022, Assembly Election 2022
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST