ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરા પોલીસની શી ટીમની મહિલા સભ્યોના હસ્તે વિઘ્નહર્તાની મૂર્તિની સ્થાપના - Ganesh idol

By

Published : Aug 31, 2022, 3:10 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીનો પ્રારંભ હજારો સ્થળોએ ગણપતિ બાપાની મૂર્તિઓનીGanesh Chaturthi 2022 સ્થાપના માટે છેલ્લા કેટલાક દિવસથી રસ્તા પર સવારીઓ નિકળી Ganesh Chaturthi 2022 muhurat રહી છે. ઈલોરાપાર્ક વિસ્તારના ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળે ભગવાનની સ્થાપના સવારીને સ્ત્રી સશક્તિકરણનો સંદેશો આપીને વિશેષ બનાવી દીધી હતી. આ યુવક મંડળની સ્થાપના સવારીમાં સી ટીમ ની મહિલાઓ જોડાઈ હતી. વડોદરા પોલીસની મહિલા પોલીસ કર્મીઓની શી ટીમનો પણ સમાવેશ થતો હતો. મહિલાઓની સમસ્યાઓ ઉકેલવા માટે કામ કરતી શી ટીમની મહિલા સભ્યોના હસ્તે જ વિઘ્નહર્તાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને વડોદરાના સાંસદ પણ આ શોભાયાત્રામાં હાજર રહ્યા હતા. બે ગજરાજ સાથે આ સ્થાપના સવારી નિકળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવક મંડળ દ્વારા એક વિશાળ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યો છે. જ્યાં શહેરીજનો દ્વારા બેસાડવામાં આવતા માટીના શ્રીજીની મૂર્તિઓનુ નિશુલ્ક વિસર્જન કરવામાં આવશે. બે ફૂટ સુધીના માટીના શ્રીજીના વિસર્જન માટે ઈ રીક્ષાનો કાફલો તૈનાત કરાશે.જે ઘરેથી મૂર્તિને વિસર્જન કુંડ સુધી લઈ જવાની સેવા આપશે. ભગવાને ચઢાવાતા ફૂલોના હાર અને તોરણ જેવી પૂજાની સામગ્રીને ખાતરમાં ફેરવવા માટે દસ દિવસ માટે કમ્પોસ્ટિંગ મશિન પણ ઉભુ કરવાનુ નક્કી કર્યુ છે. શહેરીજનોને પૂજાની સામગ્રી નદી કે તળાવમાં પધરાવવાની જગ્યાએ આ સ્થળે મોકલવા માટે અપીલ કરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details